રાણેકપર શાળામાં મચ્છુ જળ હોનારતના દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં મચ્છુ જળ હોનારતની 44 મી વરસી નિમિત્તે હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાણેકપર પ્રા. શાળાના બાળકોને આજથી 44 વર્ષ પહેલા જે મચ્છુ નદીમાં જે વિનાશક પુર આવ્યું હતું અને જે વિનાશ વેરેલો હતો તેના પર મોરબીના સિનિયર પત્રકાર અને મોરબી અપડેટના ફાઉન્ડર દિલીપ બરાસરા દ્વારા બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ “મચ્છુ નદીની ખુવારી અને ખુમારી”બતાવવામાં આવી હતી. તેમજ શાળામાં પ્રાર્થના સભામાં શિક્ષકો દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ તકે રાણેકપર ગામના તલાટી મંત્રી પી. એલ. સોલંકી તેમજ શાળાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રાણેકપર નોકરી કરતા શિક્ષક નરેન્દ્રભાઇ કુબાવત દ્વારા અગાઉ મચ્છુ વિશે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો તેની વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

- text

- text