મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત લેતા ધારાસભ્ય 

- text


મોરબી : મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત લેવામાં આવી હતી. જિલ્લા બાળ સુરક્ષા એકમના બાળ સુરક્ષા ગૃહમાં માતા-પિતા વિહોણા બે બાળકો ચીચનાદા વીર ભીમાભાઈ અને ચીચનાદા કિશન ભીમાભાઈને મુકવા માટેની કામગીરી કરવામાં આવી હતી. બંને બાળકોના માતા-પિતાનું અવસાન થતાં સરકારની સંસ્થાકીય સંભાળ યોજના અંતર્ગત બંને બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ તેમના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી બાળ સંભાળ ગૃહમાં મુકવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે બાબતે જાણકારી મેળવવામાં આવી હતી.

- text

- text