વાહ મોરબી વાહ ! હવે મોરબીમાં પાણી અને ભૂગર્ભ વેરો બમણો

- text


મોરબી પાલિકાએ વેરા વસુલાત બમણી કરવા મંગાવેલ વાંધા સૂચનો વિપક્ષને પણ માન્ય, પ્રજાએ પણ વિરોધ ન કરતા હવે બમણો વેરો ચૂકવવો પડશે

મોરબી : મોરબી શહેરમાં પાણી મળે કે ન મળે ભૂગર્ભ ગટર ઉભરાય કે ન ઉભરાય તો પણ નગર પાલિકા દ્વારા પાણી અને ભૂગર્ભ વેરો બમણો કરવા વાંધા સૂચન મંગાવવામાં આવતા મોરબીના વિપક્ષ કે નાગરિકો દ્વારા વાંધા સૂચન રજૂ ન કરતા આગામી ટુક સમયમાં જ મોરબીમાં પાણી અને ભૂગર્ભ વેરો બમણો થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

મોરબી નગરપાલિકા રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવા છતાં ટૂંક સમયમા જ પાણી અને ગટર વેરો બમણો કરવા સજ્જ બની છે. હાલમાં પ્રાદેશિક નગર પાલિકા નિયામક સમક્ષ વેરા બમણા કરવા દરખાસ્ત થઈ છે જેમાં કોઈ વાંધા સૂચન ન આવતા વેરો વધારવા તંત્ર સજ્જ બન્યું છે.

- text

નવાઈ તો એ વાતની છે કે મોરબીમાં હાલમાં ડોર ટુ ડોર અને જાહેર ન્યૂસન્સ પોઇન્ટ ઉપરથી કચરો ઉપાડવામાં મોરબી પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. જો કે આમ છતાં પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને પાણી વેરો ચાર્જ ડબલ કરવા દરખાસ્ત કરતા તમામ નાગરિકોના વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા પણ મોરબીના એકપણ રાજકીય સંગઠન કે નાગરિક દ્વારા કોઈ વાંધા સૂચન ન કરવામાં આવતા ટૂંક સમયમાં જ પાણી વેરો 600માંથી 1200 અને ભૂગર્ભ ચાર્જ 180ના 360 થનાર હોવાનું જાણવા મળે છે. હાલમાં મોરબીમાં 30 હજાર જેટલા મિલકત ધારકો નોંધાયેલ હોવાનું જાણવા મળે છે.

- text