હળવદ હાઇવે ઉપર આખેઆખું કન્ટેનર લૂંટાયું, ભાગવા જતા કન્ટેનરની પલટી, ત્રણ પકડાયા

- text


મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે મધરાત્રે બનેલી ઘટના

હળવદ : હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે મધરાત્રે ડ્રાઈવરને માર મારી ધઉ ભરેલુ કન્ટેનર લૂંટીને પાંચ શખ્સો ભાગ્ય બાદ કરમની કઠણાઈ હોય એમ કન્ટેનરના ટાયરમાં ભડાકો થતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું.અને પાંચમાંથી ત્રણ શખ્સો ઝડપાઇ ગયા હતા. લૂંટારુંઓના લૂંટના બદઈરાદા ઉપર કુદરતે પાણી ફેરવી દીધું હતું અને મનસૂબો કામિયાબ થવા દીધો ન હતો.

હળવદ હાઇવે ઉપર મોરબી ચોકડી નજીક આવેલ પાટીદાર પેટ્રોલપંપ પાસે ગત રાત્રીના બે અઢી વાગ્યાની આસપાસ હળવદના સુખપર ગામેથી ઘઉં ભરેલું કન્ટેનર લઈને વાંકાનેર ખાલી કરવા જઈ રહેલા કન્ટેનરના ચાલકને બે કારમાં ઘસી આવેલા પાંચ શખ્સોએ આંતર્યો હતો. આથી ડ્રાઈવરે કન્ટેનર ઉભું રાખ્યા બાદ પાંચ શખ્સોએ તેને નાર મારીને પાંચમાંથી બે શખ્સો કન્ટેનર માથે ચડીને કન્ટેનર લઈને ફરાર થઇ ગયા હતા. પણ આ લૂંટારુંઓના નસીબ વાંકા નીકળતા અધવચ્ચે કન્ટેનરના બે ટાયરમાં ભડાકા થતા કન્ટેનર પલ્ટી મારી ગયું હતું.આથી બે શખ્સો તુરત જ કાર લઈને ભાગી છૂટ્યા હતા. પણ બીજી કારમાં રહેલા અને કન્ટેનરમાં રહેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જો કે આ ત્રણમાંથી બે આરોપીઓને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે એકને પોલીસ સ્ટેશન ખાતે રાખીને અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text