ભરતી, ફી વધારો અને પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આવેદન અપાયું

- text


મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા માંગણી ન સ્વીકારાય તો લડતનું એલાન

મોરબી : મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષકોના ભરતી, પેન્શન, સહિતના પ્રશ્ને સરકારે આપેલ ખાતરી મુજબ તાકીદે તમામ ઠરાવ, પરિપત્ર કરવાની સાથે પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ફી વધારો કરવાની માંગ સાથે 20જુલાઈથી શરૂ કરાયેલ લડત અન્વયે આજે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યને આવેદનપત્ર પાઠવી લડતને વધુ ઉગ્ર બનવવામાં આવી છે.

તા.20 જુલાઈથી મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા શાળાઓમા શિક્ષકો અને અન્ય સ્ટાફની ભરતી, રિઝલ્ટ આધારીતને બદલે વર્ગ આધારિત ગ્રાન્ટ ફાળવણી, પાંચમા પગારપંચનો બાકી હપ્તો આપવો, શાળામાં લાયબ્રેરીયન, ક્લાર્ક સહિતના સ્ટાફની ભરતી કરવી, 2005 પહેલા ભરતી થયેલા શિક્ષકોને પેન્શન યોજનામાં સમાવેશ કરવા સહિતની માંગ સાથે લડત શરૂ કરવામાં આવી છે.

વધુમાં મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા લાંબા સમયથી ફી વધારો સરકાર દ્વારા મંજુર કરાયો ન હોવાથી પ્રાથમીકમાં 22 હજાર, માધ્યમિકમાં 33 હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળામા 40 હજાર ફી નક્કી કરી દર વર્ષે 7 ટકાનો વધારો આપવાની માંગ સાથે આજે મોરબી જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- text

- text