મોરબી : સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી ખેડુત નેતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની ચતૃર્થ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મોરબી જીલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી માર્કેટીંગ યાર્ડમાં સર્વ જ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંક ,મોરબી દ્વારા રકત એકત્રિત કરવામાં આવ્યું તેમજ ટંકારા તાલુકાના પ્રભુનગર(મિતાણા) બહુચર વિધાલય ખાતે પણ સર્વજ્ઞાતિય અને સહકારી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું. જેમા મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક,રાજકોટ દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ સાથે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી માર્કેટીંગ યાર્ડમાં રાજકોટ જીલ્લા બેંકના વાઇસ ચેરમેન તેમજ સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા તેમજ જીલ્લા બેંકના સીઇઓ વી.એમ સખિયા તેમજ રાજકોટ જીલ્લા બેંકના મેનેજર પી.એલ.બોડા દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ ગૌ.વા.વિઠલભાઇ રાદડીયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પ્રભુનગર (મિતાણા) ખાતે રાજકોટ જીલ્લાના સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી ગૌ.વા.વિઠલભાઇ રાદડીયાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રક્તદાન કેમ્પમાં મોરબી સંસ્કાર બ્લડ બેંક દ્વારા ૨૬૪ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું તેમજ પ્રભુનગર(મિતાણા) ખાતે મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ રેડ ક્રોસ બ્લડ બેંક રાજકોટ દ્વારા ૩૭૧ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મગનભાઈ વડાવિયા(વા.ચેરમેન RDC Bank), ભવાનભાઈ ભાગિયા(ચેરમેન માર્કેટીંગ યાર્ડ મોરબી), અરવિંદભાઈ દુબરીયા (કારોબારી અધ્યક્ષ ટંકારા તાલુકા પંચાયત) , સહકારી આગેવાન કાનજીભાઈ ભાગિયા,ગણેશભાઈ નમેરા (મહામંત્રી,ટંકારા તાલુકા), મંગળજીભાઇ સુવાગિયા(ક્રિશ્ના પેટ્રોલિયમ ત્રાજપર મોરબી), બળવંતભાઈ કોટડીયા( પ્રમુખ, મોરબી તાલુકા ખરીદ વેચાણ સંઘ),અમુતલાલ વિડજા (ડિરેક્ટર RDC bank)તેમજ નરેન્દ્રભાઇ સંધાત(ઉપ પ્રમુખ, મોરબી સિરામિક મેન્યુ. એસોશિએસન), અનિલભાઈ વડાવિયા (ઉપપ્રમુખ,મોરબી સિરામિક મેન્યુ.એસોશિએસન), ધનજીભાઈ કુંડારિયા (ડિરેક્ટર, RDC bank), મયુરભાઈ દેવડા(સંરપચ , મિતાણા), અમરશીભાઇ દેત્રોજા (મોરબી વિભાગ સેવા સહકારી મંડળી), સહકારી આગેવાન કેશુભાઈ રૈયાણી અને રાજકોટ જીલ્લા સહકારી બેંકના કર્મચારી તેમજ જીલ્લા ના સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text