ભારે કરી..હળવદમાં ત્રીજા માળે ચડી ગયેલી પાડીને મહામેહનતે નીચે ઉતારાઈ

- text


કોમ્પલેક્ષના ત્રીજા માળે ચડી ગયેલી પાડીને યુવાનોએ મહામહેનતે નીચે ઉતારી 

હળવદ : હળવદ શહેરના એક કોમલેક્સમાં એક પાડીએ ભારે કરી હતી અને આ પાડી કોમલેક્સના ત્રીજા માળે ચડી ગઈ હતી. આથી ત્રીજા માળે ચડી ગયેલી પાડીને યુવાનોએ મહામહેનતે નીચે ઉતારી હતી.

હળવદ શહેરમાં આવેલ કેશવ શાક માર્કેટ સામેના કેશવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આજે એક પાડી ચડી ગઈ હતી.થોડીવારમાં તો આ પાડીએ આખું કોમલેક્સ માથે લીધું હતું અને આ પાડીને નીચે ઉતારવામાં નાકે દમ આવી હતો. બજાર વિસ્તાર ભેંસની પાડી કોમલેક્સના ત્રીજા માળે ચડી જતી પાડીને જોવા લોકો પણ ટોળે વળ્યાં હતા. બાદમાં સેવાભાવી યુવાનોએ કોમલેક્સના ત્રીજા માળેથી મહામહેનતે આ પાડીને હેમખેમ નીચે ઉતારી હતી.

- text

- text