મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો ખેંચો : મોરબીમાં ABVP નું આવેદન

- text


જો ફી વધારો પરત ન ખેંચાય તો GMERS કોલેજના ડીનને આંદોલન કરવાની ચીમકી અપાઈ 

મોરબી : GMERS કોલેજોની તબીબી સ્નાતકની ફી માં કરાયેલો ધરખમ વધારો પાછો લેવા બાબતે મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જો ફી વધારો પરત ન ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદે આવેદનમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા તા.20 જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ હતું. જેમાં રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજની કીનો વધારો કરી સરકારી કોટામાં 3.30 લાખથી વધારી 5.50 લાખ, મેનેજમેન્ટ કોટા માં 9 લાખથી 17 લાખ કરવામા આવેલ છે. સરકાર દ્વારા GMERS થકી વિદ્યાર્થીને શુલભ શિક્ષણ ઉપ્લબ્ધ કરવા રચના કરવામાં આવેલ છે. ત્યારે સરકારી કોટામા 66.66 % ને મેનેજમેન્ટ મા 88.88 % નો ફી વધારો કેટલું વ્યાજબી છે ? એક જ શૈક્ષણિક વર્ષમાં ફી નો વધારો યોગ્ય અને વિદ્યાર્થી હિત નો જણાતો ન હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની 13 GMERS મેડિકલ કોલેજ જે જિલ્લાઓમાં આવેલ છે ત્યા વિદ્યાર્થીઓ પાસે લગભગ બીજી કોઇ સરકારી તબીબી કોલેજો આવેલ નથી. મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ પોતાનો ભાવિ તબીબી શિક્ષણ જોઇ રહ્યા હતા. પરંતુ આ એક પરિપત્ર માત્રથી ફી માં આટલો વધારો કરવોએ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે. જેથી તેજસ્વી વિદ્યાર્થીઓને પોતાના રાજ્ય, દેશ છોડી બીજા રાજ્ય કે દેશમા મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવુ પડ્યુ છે, આથી GMERS કોલેજોમાં તબીબી સ્નાતકમાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓના હિતમાં ફી માં કરવામાં આવેલ વધારો 7 દિવસમાં પાછો ખેચી વિદ્યાર્થી હિતમા નિર્ણય કરવામાં આવે. જો વિદ્યાર્થી હિતમા નિર્ણય ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

- text

- text