મોરબીના રામકૃષ્ણ નગરપ્રત્યે પાલિકાનું ઓરમાયું વર્તન : કોંગ્રેસનો આરોપ 

- text


મોરબી : મોરબી શહેરના વોર્ડ નંબર 3માં આવેલા રામકૃષ્ણનગર પ્રત્યે નગરપાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરાતું હોવાનો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ લગાવ્યો છે.

મહેશભાઈ રાજ્યગુરુના જણાવ્યા પ્રમાણે મોરબી શહેરની પાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે. હાલ વહીવટદાર શાસન હોય પ્રજાજનો રજૂઆતો કરી કરીને થાકી ગયા છે પણ કામગીરી કરવામાં આવતી નથી. મોરબીના વોર્ડ નંબર 3માં આવેલા રામકૃષ્ણનગરમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટની સમસ્યા છે. ગટરની કુંડી ખુલ્લી છે જેમાં કચરો ભરાય ગયો છે. લોકોના ઘરમાં ગટરના ગંદા પાણી ભરાઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. નાના બાળકો કુંડીમાં પડી જવાની ભીતિ પણ લોકોને સેવાઈ રહી છે. ત્યારે મોરબી પાલિકાના હાલના વહીવટદાર અને ચીફ ઓફિસરને વિંનતી કે આ વિસ્તારમાં પ્રજાની સુવિધા માટે કામગીરી કરી લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ કરી છે.

- text

- text