હળવદના વિસામો ફીડરમાં પુરતો પાવર ન અપાઈ તો આંદોલન

- text


ઉદ્યોગકારો અને વેપારીઓ તેમજ શ્રમિકોએ હળવદ પીજીવીસીએલ તંત્રને આવેદન આપ્યું, વારંવાર પાવરકટથી ઉધોગોમાં મોટી નુકશાની

હળવદ : હળવદના વેપાર ઉદ્યોગ ઝોનમાં આવેલા વિશામો ફીડરમાં ગમે ત્યારે પાવર કટ થઈ જતો હોવાથી ઉત્પાદનમાં મોટું નુકસાન થાય છે. 24 કલાક પાવર સપ્લાય આપવા અનેક રજુઆત કરવા છતાં પાવરના ધાંધિયા યથાવત રહેતા રોજ રોજ પાવર કટથી કંટાળી ગયેલ પ્લાસ્ટીક ફેકટરીઓ સહિતના ઉદ્યોગકારો, વેપારીઓ અને શ્રમિકોએ આજે હળવદ પીજીવીસીએલ તંત્રને આવેદન આપીને વિશામો ફીડરમાં ૨૪ કલાક પુરતો પાવર ન અપાઈ તો આંદોલન કરવાની ચીમકી આપી છે.

હળવદ પીજીવીસીએલ તંત્રને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, હળવદ આવેલ વિસામો ફીડરની અંદર 20 KWથી લઇને 200Kw સુધીના આશરે 40 ગ્રાહકો છે. તેઓએ છેલ્લા એક વર્ષથી પીજીવીસીએલ તંત્રને મૌખિક, લેખિત, તથા ટેલીફોનીક અસંખ્ય રજૂઆત વાંરવાર કરી હોવા છતાં આજ દિન સુધી તેનું કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કે સોલ્યુસન કરવામાં આવેલી નથી. કોઈ પણ રજૂઆતને વીજ તંત્રની ઓફીસ દ્વારા ગંભીરતાથી ધ્યાને લેવામાં આવતી નથી. જેનાથી તેઓને બહુજ મોટો રેવન્યુ લોસ ભોગવવાનો આવે છે. વિશામો ફીડર બંધ કરવાનું હોય તો અમોને જાણ કરવામાં આવતી નથી. આ ફીડરમાં અમુક પ્લાસ્ટીક ફેકટરીઓ આવેલ હોવાથી, તેમના મશીનરીની અંદર રો-મટીરીયલનું 350 ડીગ્રી ટેમ્પ્રેચર લેવાનું આવતું હોય તે પાવર જતા ઘટી જાય છે

ફેકટરીઓ મશીનમાં અંદર રહેલો માલ જામી જાય છે જે સાફ કરવા માટે બેથી ત્રણ કલાક નો સમય લાગે છે. ઉપરાંત 350 ડીગ્રી ટેમ્પ્રેચરને ફરીથી લાવવા માટે દોઢ કલાક જેટલો સમય લાગે છે. જે દોઢ કલાકની વધારાની વીજળી તમારા હિસાબે અમારે ભોગવાવવાની આવે છે. જેનાથી તમારા દ્વારા ચલાવવા માં આવતું વીજળી બચાવો દેશ બચાઓ અભિયાનનો ફિયાસ્કો થાય છે. અને અમારે વધારાની વીજ બીલ ભોગવવું પડે છે. આ ઉદ્યોગકારોને ટ્રાન્સફોર્મર પણ ટાઈમસર મળતા નથી ક્યારેક તો 50 કલાક સુધી પણ ટ્રાન્સફોર્મર નહિ મળવાના દાખલા છે.આ ફીડર ની અંદર કેળાના કોલ્ડ સ્ટોરેજ પણ આવેલ છે જેમાં લાખો રૂપિયા ના કેળા હોવાથી તેના માલને પણ નુકસાન થાય છે અને સાતથી આઠ કલાક લાઈટ ના આવે તો તે માલને ફેકી દેવાની નોબત પણ આવે છે. આવું અનેક વાર બનેલું છે અને રજૂઆત પણ કરેલ છે.

- text

વધુમાં આ ઝોનમાં બેવરેજીસ ફેક્ટરી પણ આવેલ છે જેમાં હિટીંગ અને કુલીંગનું હાય ટેમ્પ્રેચર રાખવું પડતું હોવાથી તેમને પણ 60થી 70 KW પાવર નો 1 કલાક ફરીથી હિટીંગ અને કુલીંગ આવવા માટે પવારનો વ્યય થાય છે. આ ફીડરની અંદર દિવસ તથા ખાસ કરીને રાત્રી દરમીયાન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ ટાઈમસર અટેન્ડ થતો નથી જેના અમારી પાસે પૂરતા પુરાવા છે. તા.23 જુલાઈના રોજ રાતે 12.45 કલાકે પાવર ગયા પછી સવાર સુધી ડીમ પાવર ચાલુ રાખેલ હતો જેમાં ફીડર ની અંદર આખી રાત ડીમ પાવર છે એની જાણ સબ-સ્ટેશન દ્વારા PGVCL ને અમુક કલાકો સુધી કરવામાં આવેલ નથી જેના અમારી પાસે પૂરતા પુરાવા છે છતાં પણ આપના દ્વારા સબ-સ્ટેશન ઉપર કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

ઉપરોક્ત મુદાઓ નું તાત્કાલિક ધોરણે નિવારણ નહીં આવે તો ઉદ્યોગકારોને ફેક્ટરીને તાળા મારવાની નોબત આવે તેમ જણાતું હોય ના છૂટકે વીજતંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડે તેમ છે. જેની અસર તમામ કંપનીના મજૂરોની રોજગારી પર પણ પડે તેમ છે. જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અંતમાં કરી છે.

- text