બાઈક ચોરીની ફરિયાદ મોડી કરવાથી વીમો આપવાનો ઇન્કાર કરનાર વીમા કંપનીને ફટકાર 

- text


મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે ગ્રાહકને વીમા કંપની પાસેથી વળતર અપાવ્યું

મોરબી : મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને વિવિધ કેસોમાં ન્યાય અપાવી વળતર અપાવવામાં આવી રહ્યો છે ત્યારે આમરણના એક ગ્રાહકને વીમા કંપનીએ મોડી ફરિયાદ કરી હોવાથી બાઈક ચોરીનું વળતર નહીં મળે તેઓ જવાબ આપતા ગ્રાહક સુરક્ષા મંડળે આ ગ્રાહકને વીમા કંપની પાસેથી વળતર અપાવીને ન્યાય અપાવ્યો હતો.

- text

આમરણ ગામના વતની હર્ષદભાઈ કાસુન્દ્રાનું નવું ટુ-વ્હીલર ચોરાઈ જતાં તેઓએ ચોલા મંડલ વીમા કંપનીનો વીમો હોય વીમા કંપનીને વીમો આપવા જણાવ્યું હતું. પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ફરિયાદ મોડી કરી હોવાનું બહાનું આગળ ધરી વીમો ચુકવવાની ના પાડી દેતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરી તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. જેમાં ગ્રાહકે ચોલા મંડલમ ઈન્સ્યુરન્સ કંપનીને 38342 રૂપિયા તારીખ 6-9-2022થી સાત ટકાના વ્યાજે ચુકવવાનો આદેશ કર્યો છે અને વધારાના 3 હજાર ખર્ચ પેટે ચુકવવા આદેશ કર્યો છે. કોઈપણ ગ્રાહકને આ પ્રકારનો અન્યાય થાય અથવા છેતરપિંડીનો ભોગ બને તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.નં. 98257 90412)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text