કોરોના દર્દીને વીમા કંપની પાસેથી વળતર અપાવતું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

- text


મોરબી : ટંકારા તાલુકાના ધ્રુવનગરના દર્દીએ કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાં લીધેલ સારવારનો ખર્ચ આપવામાં બહાના બતાવનાર વીમા કંપની વિરુદ્ધ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાદ માંગતા પેશન્ટને અઢી લાખનો ખર્ચ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરાયો છે.

ટંકારા તાલુકાના ધ્રુવનગરના વતની અને મોરબી જિલ્લા પંચાયતના એકાઉન્ટન્ટ સાવનભાઈ રાજપરાને કોરોના થતા તેઓએ દેવભૂમિ હોસ્પિટલ જામખંભાળિયામાં સારવાર લીધી હતી અને તેઓ પાસે ઓરિએન્ટ વીમા કંપનીની પોલીસી હતી અને તેઓ નિયમિત વીમો પણ ભરતા હતા. પરંતુ વીમા કંપનીએ કોરોનામાં હોસ્પિટલમાં દાખલ થવાને બદલે આઉટડોર પેશન્ટ તરીકે સારવાર લઈ શક્ય હોવાનું જણાવી વીમો આપવાની ના પાડી દીધી હતી. જેથી સાવન ભાઈએ મોરબી શહેર, જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

- text

આ કિસ્સામાં અદાલતે ગ્રાહક તરફની દલીલ માન્ય રાખીને સાવનભાઈ રાજપરાને ઓરિએન્ટ વીમા કંપનીએ અઢી લાખ 7%ના વ્યાજ અને 5000 ખર્ચ પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. આમ એક ગ્રાહકને મોરબી શહેર, જિલ્લા ગ્રાહક સુરક્ષા દ્વારા ન્યાય અપાવવામાં આવ્યો છે. કોઈપણ ગ્રાહકે પોતાના હક માટે કોઈપણ જરૂરિયાત હોય તો મોરબી શહેર- જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતાનો સંપર્ક (98257 90412)કરવા જણાવેલ છે.

- text