જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત મોરબીની શાળાઓને લિવિંગ સર્ટિફિકેટ, હાજરીપત્રક સહિતની સ્ટેશનરી મળી 

- text


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજુઆત બાદ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળા માટે જરૂરી સાહીત્યનું વિતરણ કરાયું

મોરબી : મોરબી જિલ્લો બન્યા બાદ અત્યાર સુધીમાં પ્રથમ વખત જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે લિવિંગ સર્ટિફિકેટ, હાજરી પત્રક રોજમેળ સહિતનું સાહિત્ય સ્ટેશનરી છપાવી તમામ પ્રાથમિક શાળાઓને વિતરણ કરવામાં આવી હતી.

મોરબી,જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી સંચાલિત મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં 595 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં હજારો વિદ્યાર્થીઓ ધો.1 થી 8 નું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. જો કે, વિદ્યાર્થીઓ માટે લિવિંગ સર્ટી બુક જન્મતારીખના દાખલા બુક, જનરલ રજીસ્ટર,આવક રજીસ્ટર જાવક રજીસ્ટર, શિક્ષક હાજરી પત્રક,ડેડસ્ટોક રજીસ્ટર,રોજમેળ ખાતાવહી વગેરે અનેક પ્રકારના સાહિત્યની જરૂર પડતી હોય છે પરંતુ મોરબી જિલ્લાની નવ રચના થયા બાદ આ પ્રકારનું સાહિત્ય શાળામાં આપવામાં આવેલ ન હોય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સાહિત્ય આપવા માટે રજુઆત કરવામાં આવેલ હતી.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની આ રજુઆતને ગ્રાહ્ય રાખી પ્રથમ વખત જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સાહિત્ય છપાવવામાં આવ્યું છે અને જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા દ્વારા પાંચે પાંચે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચર,ટિપીઓ મોરબી,દિપાબેન બોડા ટિપીઓ હળવદ શર્મિલાબેન હૂંબલ ટિપીઓ માળીયા જીવણભાઈ જારીયા ટિપીઓ ટંકારા અને મંગુભાઈ પટેલ ટિપીઓ વાંકાનેરને શાળાઓની સંખ્યાના પ્રમાણમાં સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું હવે પે સેન્ટર શાળા મારફત દરેક શાળાઓમાં પહોંચાડવામાં આવશે, શાળાઓ માટે ખુબજ જરૂરી સાહિત્ય પૂરું પાડવા બદલ ચંદુભાઈ સિહોરા પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી,જયંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત,જિલ્લા વિકાસ અધિકારી-મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ-મોરબી અને તમામ વહીવટી અધિકારીઓનો શિક્ષકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text