મોરબીના વોર્ડ -3માં તમામ શિવ મંદિર પાસેના ખાડા બુરવા રજૂઆત 

- text


મોરબી : ચોમાસું આવે એટલે વરસાદને કારણે રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે મોરબીમાં વોર્ડ નં.૩ તેમજ વિદ્યુતનગર સોસાયટીમાં મસમોટા ખાડાં પડી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંજોગોમાં વોર્ડ નંબર 3ના પૂર્વ સભ્યએ આ વિસ્તારમાં આવેલ તમામ શિવ મંદિર આજુબાજુમાં પડેલા ખાડા બુરવા પાલિકાને રજુઆત કરી છે.

મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર નરેન્દ્રસિંહ જી. જાડેજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.3 વિદ્યુતનગર સોસાયટીમાં પાણીની લાઈન નાખવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા છે. તેમજ શિવ મંદિર તરફ જતાં રસ્તામાં વરસાદને કારણે રસ્તાનું ધોવાણ થઈ જતાં મસમોટા ખાડાં પડી ગયા છે. જેથી આસપાસના વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. તેમજ પવિત્ર શ્રાવણ માસ આવતો હોવાથી શંકર ભગવાનના મંદિર તરફ જતાં રસ્તામાં બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેમજ તમામ શિવ મંદિરો આજુબાજુમાં માટી મોરમ નાખી ખાડા બુરવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

- text

- text