મોરબીમાં પરિણીતાને ત્રાસ આપી 20 તોલા સોનુ ઓળવી જનાર પતિ સહિતના સસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ

- text


મોરબી : મોરબીમાં જ માવતર અને સાસરું ધરાવતા પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ આપી સ્ત્રી ધન રૂપે આપવામાં આવેલ 20 તોલા સોનુ ઓળવી જતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાતે સરદાર પટેલ સોસાયટી, વર્ધમાન એપાર્ટમેન્ટની સામે, રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર રહેતા હીનાબેન ધનજીભાઇ પટેલે આરોપી પતિ અલ્પેશભાઇ કેશવજીભાઇ દેત્રોજા, સસરા કેશવજીભાઇ ધરમશીભાઇ દેત્રોજા, સાસુ કંચનબેન કેશવજીભાઇ દેત્રોજા, જેઠ નીલેશભાઇ કેશવજીભાઇ દેત્રોજા અને નણંદ સંગીતાબેન કેશવજીભાઇ દેત્રોજા,રહે- શ્રીજી કૃપા ભગવતી પાર્ક કુબેર-3, વાવડી રોડ મોરબી વાળાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના લગ્ન જીવન બાદ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ પતિ સહિતના સસરિયાઓ દ્વારા માનસિક શારીરિક ત્રાસ આપી કરિયાવરમાં આપવામાં આવેલ 20 તોલા સોનું ઓળવી ગયા છે.

- text

વધુમાં તેંમના જેઠના આંગળા કપાઈ જતા સાસુ મેણા ટોણા મારતા હોવાનું અને હાલમાં પુત્ર સાથે માવતરમાં રહેતા હોય અવાર નવાર 20 તોલા સોનાના દાગીના પરત માંગવા છતાં નહિ આપતા છેતરપિંડી અને ઘરેલુ હિંસા મામલે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text