નોકરી પુરી… હવે પ્લેન ન ઉડે… રાજકોટ એરપોર્ટ ઉપર પાઇલોટ ભારે કરી

- text


દિલ્હીની ફ્લાઇટના મુખ્ય પાઇલોટ ડ્યૂટી પૂર્ણ થતાં ફ્લાઇટ ટેક ઓફ કરવા ના પાડી દેતા સાંસદ કુંડારિયા, કેસરીદેવસિંહ સહિતના 100 મુસાફરો અટવાયા

મોરબી : ગઈકાલે રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી જતી ફ્લાઇટના પાઈલટે પોતાની ડ્યુટી પૂર્ણ થઈ જતા હવે વિમાન નહીં ઉડાડું તેમ કહી ફ્લાઇટ ઉપાડવા ઇનકાર કરી દેતા સાંસદ મોહનભાઇ કુંડારિયા, કેસરીદેવસિંહ ઝાલા સહિતના 100 મુસાફરો રઝળી પડ્યા હતા.

દિવ્યભાસ્કરના રિપોર્ટ મુજબ દિલ્હીથી એર ઇન્ડિયાની ફ્લાઈટ તેના નિર્ધારિત સમયે રવિવારે સાંજે આવી હતી અને રાત્રે 8 વાગ્યે રાજકોટથી દિલ્હી જવાની હતી, પરંતુ આ ફ્લાઈટના મુખ્ય પાઇલટે પોતાના ડ્યૂટીના કલાક પૂરા થઇ ગયા હોવાથી તે દિલ્હી આ ફ્લાઈટ લઇ જવાનો ઇનકાર કરી દીધો હતો.

દિલ્હી જતી આ ફ્લાઈટમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ ઝાલા સહિત 100થી વધુ યાત્રિકો દિલ્હી જઈ રહ્યા હતા. યાત્રિકોને ત્રણ કલાક સુધી બેસાડી રખાયા અને પાઇલટને મનાવવાની અને દિલ્હીથી પણ સમાધાન કરાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ પાઇલોટ નહીં માનતા આખરે આખી ફ્લાઈટ જ રદ કરી દેવી પડી હતી.

- text

આ મામલે મોહન કુંડારિયાસાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, બધા મુસાફરો ફ્લાઈટમાં બેસી ગયા હતા અને કલાકો સુધી અમે દિલ્હીની ફ્લાઈટ ઉડાન ભરે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ ફ્લાઈટના પાઇલટ માનવા તૈયાર જ ન હતા. તેમના કામના કલાક પૂરા થઇ ગયા હોવાથી તેમણે હવે ફ્લાઈટ ઉડાવવાની ના પાડી દીધી હતી. ત્રણ કલાક સુધી આ સમગ્ર મામલાનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવા છતાં પાઇલટ નહીં માનતા આખરે રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રદ કરવામાં આવી હતી અને આજે સોમવારની ફ્લાઈટમાં બધા મુસાફરોને દિલ્હી જવા વ્યવસ્થા કરવામાં આવી હતી.

- text