વાંકાનેરના તરકિયા ગામે ભેંસ ચરાવવા બાબતે કાકા ભત્રીજાને માર પડ્યો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે સરકારી ખરાબામાં ભેંસ ચરાવવા મામલે એક શખ્સે આ ખરાબો મે વાળી લીધો છે કહી કાકા અને ભત્રીજાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ફરિયાદી પ્રવીણભાઈ વિરાભાઈ ડાભીનો ભત્રીજો સંજય સરકારી ખરાબાની જગ્યામાં ભેંસ ચરાવવા માટે જતા આરોપી નાથાભાઇ વાઘજીભાઈ ગાંગડીયાએ આ ખરાબો મે વાળી લીધો છે કહી સંજયને લાકડી વડે ફટકારી બેફામ માર મારતા ફરિયાદી પ્રવીણભાઈ સમજાવવા જતા આરોપી નાથાભાઇ એ પ્રવીણભાઈને પણ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text