મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

- text


મોરબી : મોરબીના હાથ ઉછીના રૂપિયા આપ્યા બાદ તેની ચુકવણીનો ચેક રિટર્ન થતા કોર્ટે આરોપીને એક વર્ષની સજા ઉપરાંત વ્યાજ સાથે ચેકની રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

મોરબીના એજાઝ દિલાવરભાઈ ખોખરએ ભાવિનભાઈ નરેન્દ્રભાઈ ત્રીવેદી પાસેથી હાથ ઉછીની રકમ રૂા. ૫૫,૦૦૦/- લીધેલ હતી, અને તે રકમ ફરીયાદીએ પરત માંગતા આરોપી એજાઝ દિલાવરભાઈ ખોખર એ રૂા. ૫૫,૦૦૦/– નો ચેક ફ૨ીયાદીને આપેલ હતો, જે ચેક રીર્ટન થતાં ફરીયાદએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેસ નં. ૩૩૮૧/૨૦૨૧ થી ફરીયાદ દાખલ કરેલ હતી. જે ફરીયાદની ટ્રાયલ ચાલી જતાં ફરીયાદીના વકીલ અશ્વિન વિ. બડમલીયાની દલીલ તથા પુરાવાઓને ઘ્યાને લઈ, મોરબીના ચીફ જયુડી. મેજી. જે. વી. બુધ્ધ સાહેબએ તા. ૦૬ના રોજના આરોપી એજાઝ દિલાવરભાઈ ખોખરને એક વર્ષની સજા તથા ચેકની ૨કમ રૂા. ૬૫,૫૫૦/– નો દંડ કરવામાં આવેલ છે.

- text

જો આરોપી તે રકમ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામના ફરીયાદી તરફે મોરબીના વકીલ અશ્વિન બડમલીયા, મનીષ ગ૨ચ૨ તથા અનીલ ગોગરા રોકાયેલ હતા.

- text