11 મહિના પૂર્વે ટાઇલ્સ ખરીદી પૈસા ચાઉ કરી જનાર શખ્સને એસઓજીએ પાટણની દબોચ્યો

- text


મોરબી : મોરબીના સિરામિક એકમમાંથી ખોટા દસ્તાવેજો બતાવીને ટાઇલ્સનો માલ ખરીદી નાણા ચાઉ કરીને ચીટીંગ કરનાર શખ્સ છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો હોય, એસઓજીની ટીમે પાટણથી તેને ઉઠાવી લઈને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પો.સ્ટે. મથક વિસ્તારમાં ફરીયાદીના સેલ્વી સીરામીક માંથી ટાઇલ્સની પેટી નંગ-૨૬૬૫ કિ. રૂ. ૨,૪૬,૩૭૦/- ની ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુદ્દામાલ ઓળવી જવાના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વાળો હાલે અજુજા ગામ જી. પાટણ ખાતે છે. એસઓજીની ટીમે આ જગ્યાએ જઈને વોચ ગોઠવતા તે ત્યાથી મળી આવતા તેની અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.

- text

આ કામગીરીમાં એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યા, પો.સબ.ઇન્સ. એમ.એસ.અંસારી, પો.સબ.ઇન્સ. કે.આર.કેસરીયા, એ.એસ.આઇ ફારૂકભાઇ પટેલ, કિશોરદાન ગઢવી, રસીકકુમાર કડીવાર તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ માણસુરભાઇ ડાંગર, આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મિયાત્રા, ક્રમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઇ છુછીયા, અંકુરભાઇ ચાંચુ અને અશ્વિનભાઇ લોખિલ જોડાયેલ હતા.

- text