હળવદમાં એક જ દિવસમાં અપમૃત્યુના જુદા-જુદા બે બનાવમાં બેના મોત

- text


જુના દેવળીયા ગામે અસ્થિર મગજનો યુવાન તળવામાં ડૂબી જતાં મોત : ટીકર રોડ પર અજાણ્યા યુવાનનું હાર્ટએટેકથી મોત

હળવદ : હળવદમાં આજે એક જ દિવસમાં જુદા જુદા બે અપ મૃત્યુના બનાવો બન્યા છે.જેમાં બે યુવાનોના મોત નિપજયા હતા.જુના દેવતળીયા ગામે અસ્થિર મગજનો યુવાન તળવામાં ડૂબી જતાં મોત થયું હતું જ્યારે હળવદ શહેરમાં ટીકર રોડ પર અજાણ્યા યુવાનનું હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હતું.

આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને થોડા અસ્થિર મગજના સોમાભાઈ નાનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 40 આજે બપોરના સમયે ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.બનાવને પગલે હળવદ પોલીસના મહિપતસિંહ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે બીજા બનાવવાની વાત કરીએ તો હળવદ શહેરમાં આવેલ ટીકર રોડ પર આજે બપોરના સમયે 30 થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ હળવદ પોલીસને થતા ટાઉનબિટ જમાદાર ભરતભાઈ આલ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.જ્યાં ડોક્ટરોના પીએમના પ્રાથમિક રિપોર્ટમાં યુવાનનું હાર્ટ એટેક થી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

 

જોકે આ યુવાન કયા ગામનો છે? અને શા માટે હળવદ આવ્યો હતો? તેનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી જેથી પોલીસ દ્વારા પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી છે.

- text