નવાને ચાન્સ..! હળવદ શહેર અને તાલુકા ભાજપનું નવું સંગઠન માળખું જાહેર થયું

- text


ગ્રામ્ય ભાજપના પ્રમુખ મનસુખભાઇ ગોરીયા અને શહેર પ્રમુખ અજયભાઈ રાવલ : તાલુકા અને શહેરમાં એક-એક મહામંત્રી રીપીટ કરાયા

હળવદ : હળવદ શહેર અને તાલુકા ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગ્રામ્ય ભાજપના પ્રમુખ તેમજ એક મહામંત્રીનીને બદલાવી નવાને નિમણૂક અપાય છે. જ્યારે એક મહામંત્રીને રીપીટ કરવામાં આવ્યા છે સાથે શહેર ભાજપના પ્રમુખ તેમજ એક મહામંત્રીને બદલાવી નવા ને ચાન્સ આપવામાં આવ્યો છે તેમ જ એક મહામંત્રીને રીપીટ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીના હોમ ટાઉન ગણાતા હળવદમાં શહેર અને ગ્રામ્ય ભાજપનું નવું સંગઠન આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નવા દેવળીયા ગામના મનસુખભાઈ શામજીભાઈ ગોરીયાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે અજયભાઈ શંકરભાઈ રાવલની પસંદગી કરવામાં આવી છે.

જ્યારે ગ્રામ્ય ભાજપના મહામંત્રી તરીકે રાયસંગપર ગામના નરેન્દ્રસિંહ ડી.રાણા ને રીપીટ કરવામાં આવ્યા છે જ્યારે નવા મહામંત્રી તરીકે કડીયાણા ગામના ભરતભાઈ હરખાભાઈ વઢરેકીયાની નિમણૂક કરાઈ છે.સાથેજ શહેર ભાજપના મહામંત્રી તરીકે રમેશભાઈ શંકરભાઈ કણઝરીયા ઉર્ફે ભગતને રીપીટ કરાયા છે.તેમજ નવા મહામંત્રી તરીકે ડો.અનિલભાઈ કાનજીભાઈ પારજીયાને જવાબદારી સોંપાઈ છે. હળવદ ભાજપના નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી ને આવકારી કાર્યકર્તાઓ અભિનંદન પાઠવી રહ્યા છે.

- text

હળવદ ભાજપના નવા સંગઠનને આવકારતા પ્રદેશ ઉપાધ્યક્ષ કવાડિયા

પૂર્વ રાજ્યમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયાએ હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપના સંગઠનના હોદ્દેદારોની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા સાથે જ નવનિયુક્ત હોદ્દેદારો આવતા દિવસોમાં પાર્ટીને વધુ મજબૂત બનાવે તે દિશામાં કામ કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપતાં ધારાસભ્ય વરમોરા 

હળવદ શહેર અને તાલુકા ભાજપના નવ નિયુક્ત પદાધિકારીઓની નિમણૂંક ને આવકારી નવું સંગઠન વધુમાં વધુ પાર્ટી મજબૂત થાય તે દિશામાં કામ કરવાની સાથે લોકહિતના કામો કરતા રહે તેવી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text