શાળાની વિદ્યાર્થિનીની પ્રામાણિકતાઃ સફાઈ દરમિયાન મળેલી સોનાની બુટ્ટી પરત કરી

- text


હળવદ તાલુકાના કડીયાણા ગામની સરકારી શાળાના બાળકોમાં શિક્ષકોનું ભણતર અને ઘડતર સફળ

હળવદ : કડિયાણા સરકારી પે સેન્ટર શાળાની વિદ્યાર્થિનીએ પ્રામાણિકતા દાખવીને સફાઈ દરમિયાન મળેલી સોનાની બુટ્ટી જે વિદ્યાર્થિનીની હતી તેને પરત કરી છે.

કડિયાણા સરકારી પે સેન્ટર શાળામાં સફાઈ દરમિયાન અંજલિ નામની વિદ્યાર્થિનીને સોનાની બુટ્ટી મળી હતી. તેથી તેણે શાળાના શિક્ષકને આ વાતની જાણ કરી હતી. ત્યારબાદ જાણ થઈ કે આ ખોવાયેલ બુટ્ટી અન્ય વિદ્યાર્થિનીની જ છે. તેથી પ્રાર્થના સભામાં આ બુટ્ટી વિદ્યાર્થિનીને પરત કરવામાં આવી હતી અને અંજલિની આ પ્રામાણિકતા બદલ શાળા તરફથી તેને ભેટ આપી સન્માનિત કરાઈ હતી.

- text

- text