હળવદમા પોસ્ટ માસ્તરની પ્રામાણિકતા ! મહિલાને સોનાના બુટિયા પરત કર્યા

- text


હળવદ : હળાહળ કળિયુગમા હજુ પણ પ્રામાણિકતા મોજુદ છે તેવી પ્રતીતિ હળવદ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે કરાવી મહિલાના સોનાના બુટિયા તેમને શોધીને પરત કરતા મહિલા ખુશખુશાલ બન્યા હતા.

હળવદના પોસ્ટ માસ્તર પી.આર. રાઠોડે પ્રામાણિકતા દાખવીને મળેલા સોનાના બુટિયા મૂળ મહિલા માલિકને પરત કર્યા હતા. હળવદના ભવાનીનગરના અમરતબેન વાલજીભાઈ કોળી હળવદ પોસ્ટ ઓફિસ ખાતે વિધવા સહાયના રૂપિયા લેવા માટે આવ્યા હતા. તે દરમિયાન તેમના પાકિટમાંથી સોનાના બુટિયા પડી ગયા હતા. આ બુટિયા પોસ્ટ માસ્તર પી.આર.રાઠોડને મળતા તેઓએ મહિલાની શોધ કરીને તેઓને પરત કર્યા હતા. આ તકે અમરતબેન કોળીએ પોસ્ટ માસ્તર પી.આર.રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text