માળિયા તાલુકા કન્યા શાળામાં વિદ્યાર્થીઓએ ટીચરનો જન્મદિવસ ઉજવાયો

- text


મોરબી : મોરબી જિલ્લાના માળિયા તાલુકાની કન્યા શાળાના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો હતો. બાળકોએ તેમના વર્ગ શિક્ષક ચાંદનીબેન રાઠોડના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં બાળકોએ શાળાના ક્લાસ રૂમની સજાવટ કરી હતી તેમજ બાળકોએ જાતે બનાવેલા સુંદર કાર્ડ ભેટરૂપે આપ્યા હતા. શિક્ષિકા દ્વારા બાળકોને કેક, નાસ્તો, ચોકલેટ આપવામાં આવી હતી. જન્મદિવસ પર વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ તરફથી મળેલા પ્રેમ અને લાગણીનો ચાંદનીબેનએ આભાર માન્યો હતો.

- text

- text