BREAKING : વાંકાનેરના તરકીયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

- text


 

મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનું સંયુક્ત ઓપરેશન : અંદાજે 50 કિલો ગાંજો હોવાની શક્યતા

મોરબી : વાંકાનેરના તરકીયા ગામે પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસની ટિમો ઘટના સ્થળે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસે આજે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેરના તરકિયા ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આ ખેતરમાં અંદાજે 50 કિલો જેટલો ગાંજો મળ્યાના અહેવાલ છે. હાલ પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

ઉલ્લેખનીય છે કે વાંકાનેર પંથકમાં અગાઉ પણ એસઓજી ટીમે દરોડા પાડીને ગાંજાના જથ્થા પકડી પાડ્યા છે. તેવામાં આ વખતે ગાંજાનું વાવેતર જ ઝડપાતા સમગ્ર પંથકમાં હાલ આ પ્રકરણ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

- text