માટેલ નજીક સિરામિક ફેક્ટરીની કેન્ટીનમાં તોડફોડ કરી મારામારી કરનાર ત્રણને સજા

- text


બે આરોપીઓને બે વર્ષ અને એકને છ માસની સજા અને દંડ : નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા 2 અજાણ્યા આરોપીઓને છોડી મુકાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિરામિક ફેક્ટરીની કેન્ટીન ઉપર પથ્થરમારો કરી કેન્ટીન સંચાલક સહિત ત્રણ ઉપર બે અજાણ્યા શખ્સ સહિત પાંચ આરોપીઓએ હુમલો કરી માર મારવા અંગેના કેસમાં નામદાર વાંકાનેર અદાલતે બે આરોપીઓને છોડી મુકવા હુકમ કરી ત્રણ આરોપીઓને દાખલા રૂપ સજા ફટકારી હતી.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2017મા વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોસોટો સિરામિક ફેક્ટરીની કેન્ટીનમાં પાછળથી પથ્થરના ઘા કરી કેન્ટીન સંચાલક અને ફરિયાદી અશોકભાઈ લક્ષમણભાઈ ભીમણીને આરોપી નાગજીભાઈ વરસાભાઈ સરસાવડીયા, પ્રકાશ નાગજીભાઈ સરસાવડીયા, ભરતભાઇ બાદરભાઈ ઉઘરેજા, અરવિંદ નરસીભાઈ અબસણીયા અને ભરતભાઇ સોમાભાઈ સરસાવડીયાએ દારૂ પીને હુમલો કરી તોડફોડ કરી અશોકભાઈ સહિતના લોકોને માર મારતા ફરિયાદ નોંધાઇ હતી.

- text

આ અંગેનો કેસ ચાલી જતા નામદાર વાંકાનેર કોર્ટે દસ્તાવેજી પુરાવા અને જુબાની ધ્યાને લઇ આરોપી નાગજીભાઈ વરસાભાઈ સરસાવડીયાને છ માસની સજા અને આરોપી પ્રકાશ નાગજીભાઈ સરસાવડીયા તેમજ ભરતભાઇ બાદરભાઈ ઉઘરેજાને બે વર્ષની કેદ અને 5000 રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે વિદ્વાન વકીલ એસ.બી.સોલંકી રોકાયેલ હતા.

- text