સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

- text


વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા આયોજન કરવામાં આવ્યું

મોરબી: સમસ્ત વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા આગામી ઓગસ્ટ માસમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં કોઈ પણ વરિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ/બહેનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધા કુલ ત્રણ વિભાગમાં યોજાશે. 12 થી 17 વર્ષ, 18 થી 25 વર્ષ તેમજ 25 વર્ષથી ઉપરની વયના ભાગ લઈ શકશે. જેમાં દરેક વિભાગમાં સ્પર્ધા માટે 5 મિનિટનો સમય રહેશે.

વકતૃત્વ સ્પર્ધાના વિષયો આ પ્રમાણેના રહેશે: 1) મમતાની મીઠી વિરડી માં 2) હું પ્રજાપતિ (માટીનું રતન) 3) તેરી ઉતારું આરતી માં ભારતી 4) પર્યાવરણ પ્રત્યે પ્રેમ કે વહેમ? 5) કુછ કુછ હોતા હે(પોઝિટિવ) . ઉપરોક્ત વિષયમાંથી કોઈ એક વિષય પર વકતવ્ય રજૂ કરી શકાશે. વિષયની ભાષા, શૈલી, સમગ્ર વિચાર અને સમય પલ્લવનનું ધ્યાન રાખી ગુણાંકન તથા નિર્ણય કરવામાં આવશે. નિર્ણાયકનો નિર્ણય આખરી સહુને બંધનકર્તા રહેશે.

દરેક વિભાગમાં 1 થી 3 નંબર પ્રાપ્ત કરનારને પ્રોત્સાહીત કરવામાં આવશે તેમજ ભાગ લેનાર દરેક સ્પર્ધકને સર્ટિફિકેટ આપવામાં આવશે. અભ્યાસ ન કરતા હોય તેવા ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા તેમજ ગૃહિણીઓ અને અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા કોઈપણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે થાનગઢમાં અમિતભાઇ આંદોદરીયા-મો. નં 9825415833,નિલેશભાઈ વારનેશિયા-મો. નં.9726808359, રાજકોટમાં જનકભાઈ કણસાગરા-મો. નં.7600409796, ચેતનભાઈ અંદોદરીયા-મો. નં.9723962464, વાંકાનેરમાં બ્રિજેશભાઈ બરાસરા-

- text

મો. નં.8511998687, પંકજભાઈ વારેવડીયા-મો. નં.9574814938, મોરબીમાં અશ્વિનભાઇ બરાસરા-મો. નં 9925072451,વિજયભાઈ વડાવિયા-મો. નં 9978909427નો સંપર્ક કરી નામ નોંધાવવાનું રહેશે. તેમજ રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પરથી પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીશકાશે.https://forms.gle/2ExvimBLfkExaUTT9 . આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થી કે બિનવિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ તા 31 જુલાઈ, 2023 પહેલા ભરી દેવાનું રહેશે. તેમ પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text