હળવદમાં વાઇફાઇનું એન્ટિના ફીટ કરતી વખતે ત્રણ યુવાનોને લાગ્યો વીજશોક

- text


વાઇફાઇનું એન્ટિના ફીટ કરતી વખતે ઇલેવન કેવીને અડી જતા લાગ્યો ઇલે. શોટ

હળવદ : હળવદમાં ત્રણ વ્યક્તિઓને વીજશોક લાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં વાઇફાઇનું એન્ટિના ફીટ કરતી વખતે ઇલેવન કેવીને અડી જતા ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પ્રમુખ સ્વામીનગરમાં વાઇફાઇનું એન્ટિના ફીટ કરતી વખતે ઇલેવન કેવીને અડી જતા ત્રણ વ્યક્તિને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.ત્રણમાંથી બે યુવાનોને સામાન્ય ઇજા જ્યારે એક યુવાનની ગંભીર પરિસ્થિતિ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરી ધરાઈ છે.જેમાં ખેતા લાડું સોલંકી રહે.ભવાનીનગર.ઢોરો. હળવદ વાળાને ગંભીર ઈજા થતાં વધું સારવાર માટે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. અન્ય બે યુવાનો જોરુ વિના સોલકી, જીતેન્દ્રભાઈ પ્રવિણભાઇ ગોસ્વામીને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જો કે ઇલેવન કેવી હટાવવા માટે સોસાયટીના લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પીજીવીસીએલ તંત્રનું પેટનું પાણી ન હાલત આજે આ ઘટના બની હતી. હવે વધુ કોઈ ઘટના ન બને તે માટે તંત્ર વહેલાસર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text