મોરબી : ફડસર પ્રા. શાળાના 3 છાત્રોનું પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સન્માન

- text


મોરબી : ગત શૈક્ષણિક વર્ષ 2022-23 ની પરીક્ષાના આધારે સી. આર. સી. આમરણના કુલ પસંદ થયેલ 4 વિદ્યાર્થી પૈકી ફડસર પ્રાથમિક શાળાના ધો.6 ના 2 અને ધો. 7 ના 1 એમ કુલ 3 વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેના પ્રમાણપત્ર અને બેઈઝ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે શાળાના સી.આર.સી. કો-ઓર્ડિનેટર ભરતભાઈ પટેલ દ્વારા આચાર્ય વિનોદભાઈ હુંબલ તથા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદન પાઠવી ધન્યવાદ આપ્યા હતા અને ચાલુ વર્ષે પણ ખુબજ સરસ રીતે ગુણવત્તા લક્ષી શિક્ષણ કાર્ય કરાવી આવતા વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી પામે એવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.

મહત્વનું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓનું મોનીટરીંગ અને મેનેજમેન્ટ થઈ રહ્યું છે, વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળાઓમાં લેવાતી એકમ કસોટીઓ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન થતું હોય છે જેમાં ખાસ કરીને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ત્રણેય વિષયમાં સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં 80 માર્કથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય એવા વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે

- text

- text