જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની જોખમી કડ પાલિકાએ રીપેર ન કરતા અકસ્માત 

- text


અગાઉ પણ પાણી ભરાતા અનેક વાહનચાલકો પડ્યા હતા, આજે ફરી રીક્ષા પલટી મારી

મોરબી : મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાછળ રોડની કડ છેલ્લા ઘણા સમયથી જોખમી બની છે. તેને પાલિકાએ રીપેર ન કરતા આજે એક રિક્ષાને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે.

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ નવા ડેલા રોડથી અયોઘ્યાપુરી રોડ જવાય છે ત્યાં બે રોડ વચ્ચે મોટી કડ થઈ ગઈ હોય જે અગાઉ પણ વરસાદને કારણે પાણી ભરાતા દેખાતી ન હોવાથી અનેક વાહનચાલકોના વાહન અહીં ફસાયા હતા. ઉપરાંત અનેક લોકો અહીં પડ્યા પણ હતા. તેમ છતાં પાલિકાએ આ કડનું રીપેરીંગ ન કરતા આજે એક રીક્ષા અહીં પલટી મારી ગઈ હતી.

- text

- text