ધ્રાંગધ્રાના ઇસદ્રા ગામે વીજળી પડતા દંપતી સહિત ત્રણ ઇજાગ્રસ્ત

- text


 

વાડીએથી ઘરે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બની ઘટના

હળવદ : ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે ફલકુ નદીના કાંઠે વીજળી પડતા દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હળવદ-ધાંગધ્રામાં આજે બપોર બાદ જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેમાં ધાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે રહેતા ઘનશ્યામભાઈ નંદેશરીયા તેમજ તેમના ધર્મ પત્ની અને તેમનો સાળો સંજયભાઈ બાઈક પર વાડીએ થી ઘરે જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં આવતી ફાલકુ નદીના કાંઠે વીજળી પડતા ત્રણેયને સામાન્ય ઈજા પહોંચી હતી.

જોકે આ ઘટના વખતે નદીની કાંઠે વાડીએ રહેલ ઈસદ્રા ગામના પૂર્વ સરપંચ રાકેશભાઈ ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રત ત્રણેયને સારવાર માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યા હાજર તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

- text

- text