સાંજે 4થી 8 વચ્ચે દે ધનાધન : માળિયામાં પોણા બે ઈંચ, હળવદમાં સવા ઈંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી જ મેઘો મંડાયો હતો. સવારના 10 પછી બપોરના 4 વાગ્યા સુધી વિરામ રહ્યા બાદ ફરી વરસાદ શરૂ થયો હતો અને સાંજે 4થી 8 વચ્ચે માળિયાના દે ધનાધન પોણા બે ઈંચ, હળવદમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ તાલુકા કોરા રહ્યા છે.

મોરબી જિલ્લામાં આજે સવારે મેઘસવારી આવી પહોંચ્યા બાદ મોરબીમાં સવારના 10 સુધી પોણો ઈંચ અને અન્યત્ર ચારેય તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા બાદ સવારના 10થી બપોરના 4 વાગ્યા સુધી વરસાદે વિરામ રાખ્યા બાદ બપોરના 4 વાગ્યા પછી માળીયામાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી અને જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ માળીયામાં સાંજે 4થી 6 વચ્ચે 29 મિમી અને સાંજે 6થી 8 વચ્ચે વધુ 15 મિમી મળીને પોણા બે ઈંચ વરસાદ પડી ગયો હતો. હળવદમાં પણ સારો વરસાદ પડ્યો છે. જેમાં હળવદમાં બપોરે 4થી 6 વચ્ચે 4 મિમી બાદ મેઘરાજાએ ભારે મહેર કરતા સાંજે 6 થી 8 વચ્ચે 27 મિમી મળીને 31 મિમી એટલે સવા ઈંચ વરસાદ પડી ગયો છે જ્યારે આ દરમિયાન મોરબી, વાંકાનેર અને ટંકારામાં વરસાદ નોંધાયો ન હતો.

- text

- text