સાલા એક મચ્છર ! હળવદમાં મચ્છરના ઉપદ્રવને કારણે પાડોશીઓ બાખડ્યા 

- text


બે મહિલાઓ પોતાના ઘર તરફ સાવરણાથી પાણી આવવા દેતા હોય સમજાવવા જતા વાળ પકડીને ધોકાવ્યા 

હળવદ : હળવદમાં મચ્છરના ઉપદ્રવ વચ્ચે પાડોશમાં રહેતા બે મહિલા અન્ય મહિલાના ઘર તરફ સાવરણાથી પાણી આવવા દેતા હોવાથી મહિલાએ પાણી તેમના ઘર તરફ ન આવવા દેવાનું કહેતા બે મહિલા સહિતના ત્રણ શખ્સોએ મહિલાને વાળ પકડી ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરમાં વિવેકાનંદ સ્કૂલ પાછળ રહેતા લલીતાબેન લખમણભાઇ પરમારના ઘર પાસે પાડોશમાં રહેતા મીનાબેન રાજુભાઈ કોળી અને સંગીતાબેન વિજયભાઈ કોળી નામના મહિલાઓ સાવરણાથી પાણી કાઢી લલિતાબેનના ઘર તરફ આવવા દેતા હોવાથી લલિતાબેને બન્ને પાડોશણને મચ્છરોનો ઉપદ્રવ થતો હોવાથી પાણી તેમના ઘર બાજુ નહીં આવવા દેવા સમજાવવા ગયા હતા.

- text

જો કે,એ લલીતાબેનની સલાહને માન્યા વગર આરોપી મીનાબેન રાજુભાઈ કોળી અને સંગીતાબેન વિજયભાઈ કોળી અને સંગીતાબેનના પતિ વિજયભાઈ કોળીએ લલિતાબેનના વાળ પકડીને માર માર્યો હતો અને આરોપી વિજય કોળી પાઇપ લઈને ધસી આવી પાઇપ ઝીકી દેતા લલિતાબેને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text