મોરબીના વિસીપરામાં જુગારના બે દરોડામાં 8 પત્તાપ્રેમી ઝડપાયા 

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં બે અલગ અલગ દરોડામાં આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિસીપરા વિસ્તારમાં આવેલ રોહિદાસપરાના વંડા નજીક જાહેરમાં જુગાર રમતા વિનોદભાઇ રવજીભાઇ ચૌહાણ, અનીલભાઇ મનોજભાઇ ચૌહાણ, વિશાલભાઇ ડાયાભાઇ ચૌહાણ, મહેશભાઇ ખેંગારભાઇ સોલંકી અને સુભાષભાઇ ઉર્ફે સીંધો મુળજીભાઇ બોસીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 4460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા રેલ્વે સ્ટેશન પાછળ કબીર આશ્રમ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા વિજયભાઇ દિનેશભાઇ રાઠોડ, જાવીદભાઇ સીદીકભાઇ સુમરા અને સીદીકભાઇ અભરામભાઇ સુમરાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 2130 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text