શ્રાવણ આવ્યો નથીને જુગારની મૌસમ ! મોરબીના લક્ષ્મીનગર ગામે જુગાર ક્લબ ઝડપાઇ 

- text


મોરબી એલસીબી દ્વારા રહેણાંકમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડી 90 હજાર કબ્જે કરાયા 

મોરબી : મોરબી શહેર જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ શ્રાવણીયા જુગારની મૌસમ શરૂ થઇ હોવા તેવી સ્થિતિ વચ્ચે મોરબી એલસીબી ટીમે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેણાંક મકાનમાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડી જુગારની મજા માણી રહેલા 6 જુગારીઓને રૂપિયા 90 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે આરોપી નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયાએ તેમના રહેણાંકમાં જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે શુક્રવારે દરોડો પાડતા જુગારની મજા માણી રહેલ આરોપી નાથાભાઇ ભુરાભાઇ વીરસોડીયા,વિઠ્ઠલભાઇ નરશીભાઇ કડીવાર, હરજીભાઇ હિરજીભાઇ કૈલા, મહેશભાઇ મોહનભાઇ ભંખોડીયા, નવીનભાઇ ભુરાભાઇ પાંચોટીયા અને વિપુલભાઇ પુનાભાઇ પરમાર તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસ જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 90 હજાર કબ્જે કરી જુગારધારા અન્વયે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text