હળવદમાં ખનીજચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદ પંથક ખેતીમાં સમૃદ્ધ હોવાની સાથે ખનીજચોરીનું પણ મોટું દુષણ હોય કુદરતી સંપદાને નુકશાન પહોંચાડી સરકારને રોયલ્ટીનો મોટો ચુનો લગાવી ગેરકાયદે ખનન થતું હોવાના બનાવ વચ્ચે આજે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હળવદમાં ખનીજચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો. જેમાં હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજચોરી કરવાના ગુનામાં નાસતો ફરતા આરોપી વિપુલભાઈ અમરશીભાઈ રાઠોડ રહે જુના ધનાળા હળવદને મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે હળવદના સરાનાકા પાસેથી ઝડપી લઈ હળવદ પોલીસના હવાલે કરી દીધો છે.

- text

- text