મોરબીના ગાંધીના વંડામાં લોકમેળામાં આયોજન સામે સ્થાનિકોનો વિરોધ

- text


સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદન આપી લોકમેળાનું આયોજન થશે તો આંદોલન કરવાની ચીમકી આપી : પ્રાંત અધિકારીએ કહ્યું હજુ કોઈને મંજૂરી નથી અપાઈ, લોકોનો વિરોધ તપાસી બાદમાં જ મંજૂરી અપાશે 

મોરબી : મોરબી નજીક આવેલા ગાંધીના વંડામાં લોકમેળામાં આયોજનની હિલચાલ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને સ્થાનિકોએ લોકમેળાના આયોજન સામે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટર આવેદનપત્ર આપી લોકમેળો ન યોજવા દેવાની માંગ કરી જો લોકમેળો યોજાશે તો આંદોલનની ચીમકી આપી છે. જો કે, મોરબી પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, હજુ કોઈને મંજૂરી નથી અપાઈ, લોકોનો વિરોધ તપાસી બાદમાં જ મંજૂરી અપાશે.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલની બાજુમાં સમયના ગેટ પાસે આવેલ ગાંધીના વંડામાં આગામી બે મહિના માટે ખાનગી લોકમેળાના આયોજન માટે ફજેત ફાળકા નાખવાની હિલચાલ શરૂ થતાં આસપાસના સ્થાનિકોએ આ લોકમેળા સામે વાંધો ઉઠાવીને જણાવ્યું હતું કે, મંજુરી ન હોવા છતાં ખાનગી લોકમેળાના આયોજન માટે ફજેત ફાળકા નાખવાનું શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપી આ સ્થળે લોકમેળો ન થવા દેવાની માંગ કરી છે. આ લોકમેળો યોજવાથી ઘોઘાટ થતો હોય વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ થતી હોવાથી લોકમેળો ન યોજવા દેવાનું જણાવી આ અંગે વિરોધ પ્રદર્શન કરીને જો લોકમેળો યોજાશે તો આંદોલન કરાશે તેવી ચીમકી આપી છે.

- text

બીજી તરફ મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ એ જણાવ્યું હતું કે, મોરબીમાં હજુ સુધી કોઈપણ મેળાને મંજૂરી આપવામાં આવી નથી. સાથે જ ગાંધીના વંડામાં યોજાનાર મેલા અંગે જણાવ્યું હતું કે, મેળાની મંજૂરી આપતા પૂર્વે ટીમ દ્વારા પૂર્ણ તપાસ કરાવ્યા બાદ જ કોઈપણ મંજરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- text