મોરબી પાલિકાને ગંદકીના ફોટા મોકલાવો, તુરંત સફાઈ કરાશે !

- text


મોરબીના નાગરિકોને ગંદકીના ફોટો પાડી મોબાઈલ વોટ્સએપ નંબર +919879889077 ઉપર મોકલવા અનુરોધ, ફોટોની સાથે જે તે જગ્યાનું એડ્રેસ ફરજિયાત મોકલવું નગર પાલિકાની ટીમ દ્વારા તે જગ્યા સ્વચ્છ બનાવવામાં આવશે 

મોરબી : મોરબી નગરની સુંદરતા જળવાઈ રહે અને મોરબી શહેર વધુ ને વધુ રળિયામણું બને તે માટે મોરબી નગર પાલિકા દ્વારા એક આગવી પહેલ કરવામાં આવી છે. નગર પાલિકા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નંબર ઉપર ગંદકીના ફોટો મોકલતા જ પાલિકા ત્વરિત સફાઈ કરી મોરબીને ગંદકી મુક્ત કરશે.

- text

મોરબી શહેરમાં ગંદકીને ડામવા અને ગંદકીના કારણે સર્જાતી સમસ્યાઓને દુર કરવા માટે નગરપાલિકા દ્વારા વોટ્સએપ હેલ્પ લાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. હવે શહેરીજનોને શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો દેખાય તો તરત જ +919879889077 નંબર પર ફોટો પાડી મોકલી શકાય છે. આ આ ફોટાની સાથે જે તે સ્થળનું ચોક્કસ એડ્રેસ અથવા તો ગુગલ મેપની મદદથી એડ્રેસ મોકલવાનું રહેશે. આમ મોરબી નગરમાં ગંદકી બાબતે ફોટો સહિતની ફરિયાદ વોટ્સએપથી કરી શકાય તે માટે આ નંબર જારી કરવામાં આવ્યો છે. નગરપાલિકાને આ ફરિયાદ મળતા જ જે-તે સ્થળની સાફ-સફાઈ કરવામાં આવશે અને ગંદકી દુર કરી તે વિસ્તારને રળિયામણું બનાવવાના પ્રયાસો હાથ ધરાશે.

હાલ આ નંબર ફક્ત કચરાના નિકાલ માટે જ શરૂ કરાયો છે. ગટર, સ્ટ્રીટ લાઈટ વગેરે બાબતો માટે આ નંબર પર ફરિયાદો ન મોકલી મોરબીને રળિયામણું બનાવવાની મોરબી નગરપાલિકાની આ પહેલમાં સહકાર આપવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્ય દ્વારા શહેરીજનોને અપીલ કરાઈ છે.

- text