મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો

- text


મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુઓ માટેના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રને 10 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ અવસરે ગઈકાલે 2 જુલાઈ ને રવિવારના રોજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમો યોજાયો હતો જેમાં સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સૌ કોઈને શાહબુદ્દીન રાઠોડે માર્મિક ટકોર કરીને પેટ પકડીને હસાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રન સર સંઘ ચાલક ડો. જંયતિભાઈ ભાડેશીયા, ગામના સરપંચ બાલકૃષ્ણભાઈ, ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ આ કાર્યક્રમને સફળ બનાવવા હાતિમભાઈ રંગવાલા અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર મોરબીના પ્રમુખ હરિશભાઈ શેઠ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

મહત્વનું છે કે, લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર આવેલું છે. ત્યાં હાલ 40 દંપતી રહી શકે તે માટે ફ્લેટની વ્યવસ્થા છે. હાલ ત્યાં 180 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ રહી રહ્યા છે અને આ પ્રજ્ઞાચક્ષુઓ મોરબીમાં ફેક્ટરીઓ સહિતની અલગ અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે અને પગભર થઈ રહ્યા છે. ત્યારે લક્ષ્મીનગર ગામે જ આર્યવ્રત સ્કૂલ પાસે જ 100 ફ્લેટનું આયોજન કરાયું છે. જેનું હાલ કામ પણ ચાલી રહ્યું છે. 7 કરોડના ખર્ચે 100 ફ્લેટનું આયોજન કરાયું છે તેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે તમામ સુવિધા ઉભી કરવામાં આવશે. જે માટે અત્યાર સુધી 1 કરોડ 45 લાખ જેટલું દાન મળી ચુક્યું છે. જેમાં 1 કરોડનું દાન ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી અપાયું છે. વધુ દાન માટે જાહેર જનતાને આહ્વાન કરવામાં આવ્યું છે.

- text

- text