નાના દહિસરા પ્રાથમિક શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઈ

- text


મોરબી : મોરબી ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નાના દહિંસરાની એમ. જે. ભાલોડિયા પ્રાથમિક શાળામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગુરૂ વંદના તેમજ છાત્ર અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા ભારતમાતાની આરતી તથા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના 60 વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય કાંતિલાલ માનસેતાએ ભારત વિકાસ પરિષદનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text