મોરબીમાં ફ્લેટના મેઈન્ટનન્સની રકમ મામલે મહિલાને ધમકી, ફ્લેટમાં તોડફોડ

- text


પારેખ શેરીમાં આવેલ શ્રીજી એપાર્ટમેન્ટમા બનેલી ઘટના એક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી શહેરમાં ફ્લેટના મેઈન્ટનન્સની રકમ નિયમિત રૂપે ચૂકવવા છતાં માથાભારે શખ્સે વિધવા મહિલાને ફોન ઉપર ધમકી આપી તેમના ફ્લેટના ચાલતા કોમ્પ્યુટર ક્લાસમાં તોડફોડ કરતા આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જુના મોરબી વિસ્તારમાં આવેલ પારેખ શેરીમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતા શિતલબેન ભાવેશભાઈ ચંદારાણા નામના વિધવા મહિલાને આરોપી કૃપાલસિંહ નાથુભા પરમાર નામના શખ્સે ફ્લેટના મેઈન્ટનન્સની રકમ બાબતે ફોન કરી ધમકી આપી નિયમિત કરતા વધુ મેઈન્ટનન્સ માંગ્યું હતું.

- text

સાથે જ આરોપી કૃપાલસિંહ પરમારે શિતલબેનના ફ્લેટના ચાલતા કોમ્પ્યુટર ક્લાસમાં ઘુસી તોડફોડ કરતા આ મામલે શીતલબેનની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text