ગુરુ દેવો ભવઃ મોરબી જિલ્લામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી

- text


ગુરુના આશીર્વચન સાથે હવન, કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં આજે ઠેર-ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આશ્રમો, શાળાઓ અને મંદિરોમાં પણ ધામધૂમથી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે મોરબીના ધોળેશ્વર સ્મશાન પાસે આવેલા શાંતિવન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે હવન, કથા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોરબીના રામધન આશ્રમ ખાતે પણ ગુરુ પૂજનનો કાર્યક્રમો યોજાયો હતો. રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરીબેન અને રત્નેશ્વરીબેન દ્વારા આયોજિત ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ગુરુઆશિષ પ્રવચન સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે દેશભરમાંથી ભક્તો ઉમટી પડ્યા છે અને કનકેશ્વરીદેવીજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે કનકેશ્વરીદેવીજીએ પણ સૌ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ગુરુનો મહિમા સમજાવ્યો હતો. ખોખરા હનુમાનધામ ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભક્તોને રોપાનું વિતરણ કરાયું હતું. આ તકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજસ્થાનના ધારાસભ્યો, અધિકારીઓ સહિતના લોકોએ ખોખરા હનુમાનધામ ખાતે દર્શન કરી ગુરુપૂર્ણિમા ઉજવી હતી.

આ ઉપરાંત લજાઈના જોગ આશ્રમ ખાતે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે આશીર્વચન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. આ ઉપરાંતમ મોરબી શહેર અને જિલ્લામાં અનેક શાળાઓ, આશ્રમો, મંદિરોમાં પણ ગુરુપૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text