સૌરાષ્ટ્રને એક્સપોર્ટ એક્ઝિબિશન સેન્ટર આપવા માંગ 

- text


બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર નિલેશભાઈ જેતપરીયાએ સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગો માટે એક્ઝિબિશન સેન્ટરને આવશ્યક ગણાવ્યું 

મોરબી : મોરબીના સિરામીક ઉદ્યોગ સહીત સૌરાષ્ટ્રના વિવિધ ઉદ્યોગોનું એક્સપોર્ટ વધે તે માટે બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર અને સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ સૌરાષ્ટ્રને એક્સપોર્ટ એક્ઝિબિશન સેન્ટર આપવા માંગ ઉઠાવી છે.

પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કેપેક્સીએલના વાઇસ ચેરમેન, બોર્ડ ઓફ ટ્રેડના મેમ્બર અને સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું છે કે, ઉદ્યોગ થકી રાષ્ટ્રનો વિકાસ અને રોજગારીની તકો ઉભી થાય છે ત્યારે ભારતનુ એક્સપોર્ટ વધે અને તેમાય હાલમા સૌરાષ્ટ્રના ઉદ્યોગોનુ જે રીતે એકસપોર્ટ વધી રહ્યુ છે અને સાથો-સાથ રાજકોટ હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી રહ્યુ છે તે જોતા આવનાર સમયમા રાજકોટમા ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર મળે તે બહુ જ જરૂરી છે.

- text

વધુમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બાબતે આગળ વધીને ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર મળે તે માટે આગળ વધે તેવી આશા સેવતા તેમને ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રની કૃષિ પ્રોડકટ હોય કે રાજકોટની ફુડ પ્રોડકટ કે પછી સીએનસી હોય કે એન્જીયરીંગ કે સબરમર્સિબલ પંપ હોય કે પછી કીચનવેર પ્રોડક્ટ હોય કે પછી મોરબીનો સિરામીક ઉદ્યોગ હોય, પોલીપેક, પેપરમિલ કે પછી જામનગરનો બ્રાસપાર્ટ ઉદ્યોગ હોય કે જસદણની ગીફટ આર્ટીકલ કે પછી સ્પીનીંગ મીલ આ દરેક ઉદ્યોગમા એકસપોર્ટ કરવાની ક્ષમતા અને ભરપુર તકો રહેલી જ છે ત્યારે સૌરાષ્ટ્ર ને એકસપોર્ટ હબ બનાવવા સરકાર એક્ઝિબિશન સેન્ટર આપે તે બહુ જ મહત્વનુ હોવાનું તેમને અંતમાં ભાર પૂર્વક જણાવ્યું હતું.

- text