એ…. ગ્યુ…. લાલપર નજીક મેટાડોર નીચે ખાબકી કેનાલમાં પડતા સહેજમાં અટક્યું

- text


મોરબી : મોરબીના લાલપર નજીક એક પેપર રોલ ભરેલું મેટાડોર પસાર થઈ રહ્યું હતું. ત્યારે મેટાડોર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલું મેટાડોર રોડ ઉપરથી નીચે ઉતરીને બાજુની કેનાલના કાંઠે આવીને અટક્યું હતું અને કેનાલમાં ખાબકતા સહેજમાં બચી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જો કે ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી હતી.પણ મેટાડોર રોડ ઉપરથી નીચે પડી કેનાલમાં પડતા સહેજમાં કેનાલ કાંઠે અટકી જતા કોઈ જાનહાની થઈ નથી. આ મેંટાડોરમાં પેપરનો રોલ ભરેલો સમાન હોય તે નીચે પડી ગયો હતો. આ બનાવની પગલે સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને બાદમાં ક્રેઇનની મદદથી મેટાડોરને બહાર કાઢવામાં આવ્યું હતું.

- text

- text