મોરબીની વિનય સ્કુલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી સંપન્ન 

- text


મોરબી : મોરબીની વિનય સાયન્સ સ્કુલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. સૌપ્રથમ બહેનોએ પ્રાર્થના કરી હતી ત્યારપછી વક્તવ્ય અને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના મેનેજિંગ ડાયરેક્ટર વિપુલભાઈ સરડવા, કિરીટભાઈ કાનગડ, હરેશભાઈ ચીકાણી, સુરેશભાઈ જાવિયા તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુરૂ વિશે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. કાર્યક્રમના અંતે કિરીટભાઈ કાનગડે આભારવિધિ કરી હતી.

- text

- text