હળવદના સાપકડામા જમીન પ્રશ્ને બઘડાટી,ચાર ઈજાગ્રસ્ત

- text


જમીનના પ્રશ્નને એક જ પરિવારના લોકો સામ-સામે આવી ગયા

હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે આજે એક જ પરિવારના સભ્યો જમીનના પ્રશ્નનને લઈ સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો જેમાં ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. જોકે બેને વધુ સારવાર માટે મોરબી અને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ચાવડા પરિવારના સભ્યો વચ્ચે પાછલા થોડા દિવસોથી જમીનના પ્રશ્નને લઈ તકરાર ચાલતી હોય જેથી આજે એક જ પરિવારના સભ્યો સામ-સામે આવી ગયા હતા અને બોલા ચાલી થઈ હતી જોકે આ બોલા ચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી જેમાં ભવનભાઈ મગનભાઈ ચાવડા, પ્રભુભાઈ મગનભાઈ ચાવડા, પ્રકાશભાઈ હરિભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરિભાઈ ચાવડા ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.જ્યારે ભવનભાઈ અને પ્રભુભાઈ ને વધુ ઈજા પહોંચી હોય જેથી તેઓને જિલ્લા મથકની હોસ્પિટલે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જોકે ઝઘડા પાછળનું પ્રાથમિક કારણ જમીનના પ્રશ્નો હોવાનું જાણવા મળ્યું છે.

- text