હળવદના જુના ઈસનપુરની સરકારી શાળા સત્વરે બનાવવા આમ આદમી પાર્ટીની માંગ

- text


ઇશનપુર ગામમાં સ્મશાન પણ ન હોય ખુલ્લામાં કરાતી અંતિમ વિધિ, ચોમાસામાં અંતિમવિધિમાં પડતી મુશ્કેલીઓ 

હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના ઈસનપુર ગામની સરકારી શાળા સત્વરે નવી બનાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે. આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જુના ઈસનપુરની શાળાની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ શાળાનું જુનું બિલ્ડિંગ પાડી દેવામાં આવ્યું છે અને નવું બિલ્ડિંગ ક્યારે બનશે તે નક્કી નથી ત્યારે સત્વરે આ શાળાનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવે. સાથે જ ઇશનપુર ગામમાં સ્મશાન પણ ન હોય ગ્રામજનોને ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડતી હોવાનું તેમજ ચોમાસામાં અંતિમવિધિમાં મુશ્કેલી પડતી હોય આમઆદમી પાર્ટી દ્વારા ભાજપ સરકારને આડેહાથ લેવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના કાર્યકરોના જણાવ્યા પ્રમાણે જુના ઈસનપુર ગામની સરકારી શાળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં તે સ્કૂલનું બિલ્ડિંગ ઘણા સમયથી પાડી દેવામાં આવ્યું છે અને હજું સુધી નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી. જેથી હાલ એક ક્લાસરૂમમાં બે-બે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બે પાળીમાં સ્કૂલ ચલાવવી પડી રહી છે. સાથે જ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય પણ જામ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ખતરો ઉભો થયો છે.

આમ આદમી પાર્ટી હળવદના કાર્યકર્તા વિપુલ રબારી, કમલેશભાઈ દઢાણીયા, ભરતભાઈ મકવાણાએ જુના ઈસનપુર ગામની મુલાકાત લીધી અને ત્યાંની સરકારી નિશાળ અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. સ્થાનિક આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ગામની અંદર સ્મશાન પણ આજ દિન સુધી બનાવવામાં નથી આવ્યું. જો કોઈ પણનું મૃત્યુ થાય તો ગામની નદીમાં ખુલ્લામાં અંતિમ વિધિ કરવી પડે છે અને જો વરસાદ ચાલુ હોઈ તો અંતિમ વિધિ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરીને ગામની આ મુશ્કેલીઓ ક્યારે દૂર કરવામાં આવશે તેમ સવાલ ઉઠાવ્યો છે.

- text

- text