મહેન્દ્રનગરની જનકપુરી સોસાયટીઓના પાણી પ્રશ્ને રહીશોનો મોરચો

- text


20 દિવસથી પાણી આવતું ન હોય અને ઉપરથી ગઈકાલે મધરાત્રે ગટર જેવું દૂષિત પાણી આવતા રહીશો વિફર્યા, આપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં રહીશોના ટોળાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામની સોસાયટીમાં પાણીના ધાંધિયા મામલે રહીશોના ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ અને જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડયા બાદ બીજી જનકપુરી સોસાયટીમાં 20 દિવસથી પાણી આવતું ન હોય અને ઉપરથી ગઈકાલે મધરાત્રે ગટર જેવું દૂષિત પાણી આવતા રહીશો વિફર્યા હતા અને આજે આ સોસાયટીના રહીશોએ મોટી સંખ્યામાં ટોળાએ પાણી પ્રશ્ને કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો અને આપના અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં રહીશોના ટોળાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપ અને સોમનાથ ટાવરના રહીશો થોડા દિવસ પહેલા પાણી પ્રશ્ને રજુઆત કરવા ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગયા હતા અને ગ્રામ પંચાયત સમક્ષ રહીશોએ અડધીથી પોણી કલાક સુધી ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ કલેક્ટર કચરરી ઉગ્ર રજુઆત કરી હતી. જ્યારે આજે મહેન્દ્રનગરની બીજી સોસાયટી જનકપુરીના રહીશોએ પાણી પ્રશ્ને મોરબીની કલેક્ટર કચેરીએ મોચરો માંડ્યો હતો અને રજૂઆત કરી હતી કે, આ સોસાયટીમાં 20 દિવસથી પાણી આવતું નથી. આથી પાણી માટે ભારે વલખા મારવા પડે છે.જો કે અગાઉ પાણી નિયમિતપણે આવતું પણ હવે છેલ્લા 20 દિવસથી પાણી આવતું ન હોય ભારે હાડમારી વેઠવી પડે છે. આ પાણી પ્રશ્ને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી રહીશોએ અધિક કલેક્ટર સમક્ષ પાણી પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી કે, ગતરાત્રે આ સોસાયટીમાં મધરાત્રે છેક પાણી આવ્યું હતું. એ પણ ગટર જેવું ગંદુ પાણી આવતા રહીશો રોષે ભરાયા હતા અને આજે ફરી રહીશો મોટી સંખ્યામાં આપ પાર્ટીના અગ્રણીઓ સાથે અધિક કલેક્ટર કચેરીએ પહોંચી તેમને આવેદન આપી અગાઉની જેમ જ જૂની પાણીની લાઈનમાંથી પાણી આપવાની માંગ કરી છે.

- text

- text