એ જોજો… મોરબીના ઘૂંટુ રોડે ઘૂંટણ સમાણો ખાડો

- text


ખાડામાં વરસાદી પાણી ભરાયા બાદ અનેક લોકોના ભુફાકા, ટ્રકની કમાન ભાંગી નાખે તેવો મામુલી ખાડો !! તંત્રને નથી દેખાતો

મોરબી : ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મોરબી નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ સહિતના સરકારી વિભાગોની અસલિયત મેઘરાજાએ છતી કરી નાખી છે, મોરબી – હળવદ હાઇવે ઉપર ઘૂંટુ આઈટીઆઈ નજીક તંત્રની આવી જ બેદરકારી કોઈનો ભોગ લેવા મો ફાડીને ઉભી છે, અહીં વરસાદમાં ઘૂંટણ સમાણો ખાડો પડી જતા કઈ કેટલાય નિર્દોષ લોકોને ભુફાકા ખાવા પડી રહ્યા છે.

મોરબી – હળવદને જોડતા ટ્રાફિકથી ધમધમતા માર્ગ ઉપર ઘૂંટુ આઈટીઆઈ પાસે પ્રથમ વરસાદ બાદ ઘૂંટણ સમાણો ખાડો પ્રગટ થતાં અહીંથી પસાર થતા લોકો માટે રીતસર જોખમ ઉભું થયું છે, આ મહાકાય ખાડામા ટુ વ્હિલર ચાલક તો સીધી જ ગુલાંટ મારી જાય તેમ છે અને ફોર વ્હિલર નીકળે તો એન્જીન ચેમ્બર ભાંગી જાય તેમ છે, જો કે હેવી ટ્રક પણ જો ભૂલથી આ ખાડામાં પડે તો કમાનોના ભુક્કા નીકળી જાય તેવી સ્થિતિ છે.

- text

જો કે, છેલ્લા બે દિવસથી પડતા સતત વરસાદ વચ્ચે અનેક લોકો આ ખાડામાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાબકી ચુક્યા છે ત્યારે નિમ્ભર તંત્ર તાકીદે આ ખાડામાં ડામર નહિ તો સિમેન્ટ બ્લોક નાખી લોકોના માથે ઘાત બનીને તોળાઈ રહેલા જોખમને હટાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

- text