માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેર

- text


માળીયા (મી.) : આજે 30 જૂનના રોજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 59મી વાર્ષિક સાધારણ સભા મોરબી ખાતે મળી હતી. જેમાં સંસ્થાએ તમામ સભાસદોને વર્ષ 2022-23નું 15 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે.

મોરબી ખાતે સંઘની ઓફિસે મળેલી મિટીંગમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ડિરેક્ટર અમુભાઈ વિડજા, એપીએમસી મોરબીના ડિરેક્ટર તેમજ માળિયા સંઘના પ્રમુખ મનહરભાઈ ગાંડુભાઈ બાવરવા, સંઘના ઉપપ્રમુખ એભલભાઈ ડાંગર તેમજ સંચાલક મંડળ તેમજ તમામ સહકારી મંડળીના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સંસ્થાએ તમામ સભાસદોને 2022-23ના વર્ષનું 15% ડિવિડન્ડ જાહેર કર્યું છે અને હાજર રહેલા પ્રતિનિધિને ભેટ આપવાનું જાહેર કરાયું છે. આ તકે સંઘની સાધારણ સભામાં હાજર રહેલા તમામ સભ્યોનું સંસ્થાના મેનેજર અનિલભાઈ મોરડીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text